જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.
પોતે શીખેલી વસ્તુ ત્યાં આગળ ચકાસણી કરી શકશે પોતાના કોઈ પ્રશ્નો હોય તો ત્યાં આગળ રજૂઆત કરી શકશે અને પ્રશ્નોના જવાબ મેળવી શકશે.
વિદ્યાર્થીઓને જ્ઞાનગાથા ના માધ્યમ દ્વારા કેરિયર માર્ગદર્શન મળશે જેનાથી તેમને કયા વિષયમાં અભ્યાસ કરવો જોઈએ તેમને જે કંઈ પણ રસ છે તેમાંથી આગળ વધીને ક્યાં સુધી ભણી શકે છે આગળ એમનું ભવિષ્ય કેવી રીતે ઉજડું કરી શકે છે તે બધી જ માહિતી જ્ઞાનગાથા દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત શિક્ષકો જ્ઞાનગાથામાંથી સારા સારા સુવિચારો, કહેવતો, જાણવા જેવું અને સમાચાર વાંચશે અને વિદ્યાર્થીઓને વંચાવશે તેનાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિમાં વધારો થશે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે તે વિદ્યાર્થીઓ જાણશે.
જ્ઞાન ગાથામાં આપવામાં આવતું તમામ સાહિત્ય નિશુલ્ક છે.